યુટ્યુબ પર ડાન્સનો વીડિયો અપલોડ કરી મોરબીની યુવતી બની સ્ટાર :૪.૩૦ લાખ વ્યુ

- text


યુવતીએ ડબ્બુ અંકલ સાથેનો ડાન્સનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરતા જોરદાર પ્રતિસાદ મળ્યો
મોરબી : મોરબીની યુવતીનો ડબ્બુ અંકલના ડાન્સનો વીડિયો યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે. યુવતીએ ડબ્બુ અંકલ સાથેના ડાન્સનો જે વીડિયો યુટ્યુબમાં અપલોડ કર્યો હતો તેને અંદાજીત ૪.૩૦ લાખ જેટલા લોકોએ નિહાળ્યો છે. આ વીડિયોને ૨ હજાર થી વધુ લાઇક્સ પણ મળી છે. આમ આ યુવતી એક વીડિયોને લીધે સ્ટાર બની ગઈ છે.

મોરબીની માણેક સોસાયટીમાં રહેતી મધ્યમ વર્ગીય પરિવારની પુત્રી અમિષા ભરતભાઇ રાચ્છ હાલમાં ફિઝિયોથેરાપીસ્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જોકે તેને નાનપણથી જ ડાન્સ- નૃત્યકલામાં ભારે રુચિ છે. અને માત્ર ૫ વર્ષની વયથી તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે ડાન્સના સ્ટેપ્સ શીખીને ભરત નાટ્યમમાં નૃત્યકલાની તાલીમ લઈને નૃત્યકલામાં નિપુર્ણ બની છે. જો કે તેની આ નૃત્યકલાએ તેને રાતોરાત લાઈમ લાઈટમાં લાવી દીધી છે.

- text

બન્યું એવુ કે થોડા દિવસ પહેલા ડબ્બુ અંકલનો વીડિયો યુટ્યુબ પર અપલોડ થયો હતો. જેમાં ડબ્બુ અંકલનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો હતો. જેમાં ડબ્બુ અંકલ ફિલ્મ ખુદગર્જમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાના લોકપ્રિય ગીતની ધૂન પર અદભુત ડાન્સ પરફોર્મન્સ આપતા જોવા મળે છે. આ વીડિયોએ યુટ્યુબ પર ભારે ધૂમ મચાવી હતી. જેથી અમિષાને વિચાર આવ્યો કે ડબ્બુ અંકલ જેવો જ પોતે વીડિયો અપલોડ કરે તો તેના ડાન્સના પરફોર્મન્સને એક નવો જ આયામ મળશે.

અમિષા રાચ્છે ડબ્બુ અંકલ સાથેનો ડાન્સનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરતા જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. થોડા દિવસોમાં અમિષા રાચ્છના ડાન્સ વીડિયોને આશરે ૪.૩૦ લાખ લોકોએ નિહાળ્યો હતો.અને તેને બે હજારથી વધુ લાઇક્સ મળી હતી.
રાતોરાત મળેલી લોકપ્રિયતા અંગે અમિષા રાચ્છે કહ્યું કે મારી માતાએ મને ડાન્સ કલામાં આગળ વધવાની પ્રેરણા અને સતત માર્ગદર્શન આપ્યું તેના કારણે આ સિદ્ધિ મળી છે.

- text