મોરબીમાં બિયારણના વેપારીઓને ત્યાં ચેકિંગ : રૂ.૩ લાખનો બિયારણનો જથ્થો સ્થગિત

- text


પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં પ્રોડક્ટ્સના વેચાણનો ઉમેરો ન કરાયો હોવાથી ખેતીવાડી શાખાએ વિક્રેતાઓનો જથ્થો સ્થગિત કર્યો

મોરબી : મોરબીમાં બિયારણના વિક્રેતાઓની દુકાનોમાં ઉપર ખેતીવાડી અધિકારીઓએ આજે દરોડા પાડ્યા હતા. જેના ૪થી ૫ વિક્રેતાઓએ
પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં પ્રોડક્ટ્સના વેચાણનો ઉમેરો ન કર્યો હોવાથી તેઓનો રૂ.૩ લાખનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં ખેતીવાડી શાખાઓ આજે બિયારણ વિક્રેતાઓને ત્યાં ત્રાટકી હતી.જેમાં મોરબીમાં પણ બહારની ખેતીવાડી શાખાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૪ થી ૫ બિયારણ વિક્રેતાઓએ પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં પ્રોડક્ટ્સના વેચાણનો ઉમેરો ન કર્યો હોવાથી તેઓનો રૂ.૩ લાખનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.

- text

હાલ આ ખેતીવાડી શાખાએ આ જથ્થો સ્થગિત રાખ્યો છે અને તમામ વિક્રેતાઓને પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં પ્રોડક્ટ્સના વેચાણનો ઉમેરો કરવાનું સુચન કર્યું છે.

- text