મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપો : રેલવે મંત્રીને રજુઆત

- text


બ્રોડગેઇજ લાઈન નખાયાને વર્ષો વીતી ગયા છતાં લાંબા અંતરની એક પણ ટ્રેન ન મળી

મોરબી : બ્રોડગેઇજ લાઇન નાખ્યા તેને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ મોરબીથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ત્યારે જાગૃત નાગરિકે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરીને મોરબીને લાંબા અંતરની ટ્રેન આપવાની માંગ ઉઠાવી છે.

શહેરના દુષ્યંતકુમાર કારીયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી હતી કે ૧૯૭૯ની જળ હોનારતની ઘટના બાદ મોરબી શહેરે દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. બ્રોડગેજ લાઇન નંખાયા ને વર્ષો થઈ ગયા છતાં હજી મોરબીને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળ્યો નથી.જે ખરેખર દુઃખદ બાબત છે. મોરબીની બ્રોડગેઇજ લાઈન પર માલગાડીઓ દોડે છે .પરંતુ લાંબા અંતરની સીધી ટ્રેન દોડતી નથી

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે આજના ઝડપી યુગમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા મળતી થાય તે સમયની માંગ છે. તેથી રાજધાની દિલ્હી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ વાયા વાકાનેર-મોરબી-રાજકોટ સુધી લંબાવવા તથા અન્ય લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવામાં આવે તેવી માંગ છે.

- text