ટંકારાના દેવળીયા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

- text


ટંકારા : ટંકારાના દેવળીયા ગામની સીમમાંથી એક શખ્સ સગીરાનુ અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

ટંકારાના દેવળીયા ગામની સીમમાં રહેતા મૂળ દાહોદના વતનીએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની ૧૬ વર્ષની પુત્રીનું લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપીને ભૂરા પારૂભાઈ ભુરિયા નામના મધ્યપ્રદેશના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

- text

પોલીસે ફરિયાદના આધારે સગીરા અને આરોપીની શોધખોળ અર્થે તપાસ આદરી છે.

- text