મોરબીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગથી મોટું નુકસાન

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં કોઈ કારણો સર આગ લાગતા મોરબી ફાયરની ટીમ ધટના સ્થળ પર પહોચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.

- text

વધુમાં પંચાસર રોડ પર ગીતા ઓઈલ મીલ પાસે આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગની ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમને થતા ફાયરની ટીમ ત્વરિત ધટના સ્થળ પર દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો, આગને કારણે મોટાપાયે નુકશાન પહોંચ્યાંની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.

- text