મોરબી : સંકલન અને ફરિયાદ સમિતિમાં વિવિધ લોકપ્રશ્નો રજૂ કરતા ધારાસભ્ય મેરજા

- text


રોડની કામગીરી ઝડપી કરવા, રેતી ખનન અટકાવવા , દબાણ હટાવવા, તેમજ બગીચો બનવવાની માંગ

મોરબી : મોરબી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજનગર- પંચાસર રોડનું કામ ઝડપથી કરવા, રેતી ખનન, દબાણ, બગીચો બનાનવવા તેમજ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા સહિતના પ્રશ્નોની રજુઆત કરીને તાકીદે નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી હતી.

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકપ્રશ્નોની રજુઆત કરીને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજનગર- પંચાસર રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ચોમાસા પૂર્વે આ રોડનું કામ પૂર્ણ થઈ જાય તે ઇચ્છનીય છે.મોરબીના આલાપ રોડની કામગીરી અને ત્યાંથી દબાણ દૂર કરવાની કામગીરી વેગવંતી બનાવવાની જરુર છે. આ ઉપરાંત આ ઉપરાંત તેઓએ મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસે મચ્છુ નદીમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટિંગ કરી ખનિજનુ ખનન કરવાની પ્રવૃત્તિ બંધ કરવાની હિમાયત કરી હતી.

- text

મોરબી શહેરમાં પરિવાર સાથે હરવા ફરવા જવા માટે એક પણ બાગીચો નથી ત્યારે નગરપાલિકાને આ અંગે ખાસ ધ્યાન આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે મોરબીના વૈભવનગરનું ટીસી દૂર કરવા, જેતપરના રોડ પર અકસ્માતના બનાવો નિવારવા સ્પીડ બ્રેકર મુકવા, નવલખી બંદરેથી ટ્રકોને ઓવરલોડ ભરતા અટકાવવા, રવાપર રોડ પર નવા બસ સ્ટેન્ડ તરફ જતા વોકળાને પહોળો કરી તેની દુર્ગંધ દૂર કરવા, તેમજ ત્યાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા નાલુ બનાવવાની ધારાસભ્યએ માંગ કરી હતી.

 

- text