માળિયામાં પમ્પિંગ હાઉસ અને ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

- text


નવા પમ્પિંગ હાઉસથી માળીયા પંથકને દરરોજ ૨૫ લાખ લીટર પાણી મળી શકશે

મોરબી : માળિયામાં નર્મદાની પાઇપલાઇન માટેના પમ્પિંગ હાઉસ અને ફિલ્ટર પ્લાન્ટનું મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રોજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

માળીયા નગરપાલિકા વિસ્તારની પ્રજા માટે નર્મદા પાઈપલાઈનમાંથી એન.સી.-૬ પમ્પીંગ સ્ટેશનના સંમ્પમાં પાણીનો ૨૦૫ એમએલડી અર્થાત ૨૫ લાખ લિટર પાણી દરરોજ મળી રહે તેવી નવી સુવિધા સાથેના પમ્પીંગ હાઉસ તથા ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યું હતું. આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, પાણી પુરવઠા અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text