પાટીદાર સમુહલગ્નમાં માત્ર ૬ વર્ષની શ્રુતિએ બેટી બચાવો બેટી પઢાવો વિષય પર આપ્યું પ્રેરક પ્રવચન

- text


દેકાવાડિયા પરિવારની ભાણેજ અને ડૉ.પ્રદીપ કડીવારની માત્ર ૬ વર્ષ ની દીકરી શ્રુતિના શબ્દો સાંભળી લોકો મંત્રમુગ્ધ થયા

મોરબી : માળિયા તાલુકાના સરવડ ગામે યોજાયેલ પાટીદાર સમાજના ૨૦મા સમૂહલગ્ન મા સરવડ ના દેકાવાડિયા પરિવાર ની ભાણેજ અને ડૉ.પ્રદીપ કડીવારની માત્ર ૬ વર્ષ ની દીકરી શ્રુતિ એ દિકરી એટલે પ્રભુએ આપેલી પ્રેમની ની પ્રસાદી, બેટી બચાવો બેટી પઢાવો જેવા વિષય સાથે દિકરી નુ મહત્વ સમજાવ્યુ હતુ.

- text

માત્ર ૬ વર્ષની શ્રુતિએ પરિવારમાં અને સમાજમાં દીકરીનું શુ મહત્વ છે તે વિસ્તાર પૂર્વક મૌલિકતા સાથે સમજાવ્યું હતું. શ્રુતિના શબ્દો સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.આ તકે ઉપસ્થિત મહાનુભાવો દામજી ભગત, વેલજીભાઈ બોસ, જેરામબાપા, નાનજીભાઈ હૈદરાબાદ વાળા, નંદલાલભાઈ વિડજા, શિવલાલભાઈ ઓગણજા અને કિશોરભાઈ ચીખલીયા વગેરે લોકોએ શ્રુતિને પ્રોત્સાહિત કરી ને અભિનંદન આપ્યા હતા.

- text