મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ૨૩ મીએ નિબંધ સ્પર્ધા

- text


ધો. ૯ થી કોલેજ સુધીના છાત્રો લઈ શકશે ભાગ : વિજેતાઓને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાશે

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ દિન નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આગામી ૨૩ મી એ નિબંધ સ્પર્ધાનું રવાપર રોડ ખાતે આવેલી નીલકંઠ વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું છે. નિબંધ સ્પર્ધામાં ધો.૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ તહેવારો અને પ્રસંગોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે ત્યારે આગામી 23 માર્ચે શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને શ્રધાંજલી આપવા માટે અને આજના યુવાનો ક્રાંતિકારીઓ વિશે, જાણે, સમજે એ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

નિબંધ લેખનના વિષયો (૧) ભારતનો સ્વતંત્ર સંગ્રામ (૨) આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ (૩)આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે સહિદ ભગતસિંહ આ મુજબના રહેશે.નિબંધ લેખન માટે એક કલાકનો સમય રહેશે.નિબંધ લેખન માટે કાગળ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવશે.આ સ્પર્ધામાં ધોરણ 9 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અને ૧થી ૩ નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

ભાગ લેવા માટે તા.૨૨ સુધીમાં વોટ્સએપ નં. ૯૮૨૫૯૧૩૩૩૪ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિબંધ લેખન તા.૨૩ના રોજ સવારે ૯ થી ૧૦ દરમિયાન નીલકંઠ વિદ્યાલય,રવાપર રોડ,મોરબી ખાતે યોજાશે.

- text