મોરબી : દલિત પરિવારના આત્મવિલોપનની વાતથી તંત્ર દોડતું થયું

- text


મોરબી : આજે દલિત આધેડ જમીન મામલે પરિવાર સાથે મોરબી કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવતો હોવાની વાતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દલિત પરિવાર આત્મવિલોપન કરે તેવા એંધાણથી પોલીસ સહિતનું તંત્ર સાબદું થઈ ગયું હતું. પરંતુ દલિત આધેડ પરિવાર સાથે આવી પોતે આત્મવિલોપનની કોઈ ચિમકી આપી ન હોવાનું જણાવી માત્ર કલેક્ટરને જમીન મામલે રજુઆત કરવા આવ્યા હોવાનું જણાવતા તંત્રે રાહતનો દમ લીધો હતો.

- text

શકતશનાળા ગામના દલિત આધેડ અરજણભાઈ જેઠાભાઈનો જમીન મામલો નો કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલતો હતો.અને કોર્ટ તેમની તરફેણમાં હુકમ કરીને આ જમીન તેમના નામે બે નંબરના ઉતારામાં નોંધ કરી હતી. આથી તેઓ પોતાની જમીન બે નંબર ને બદલે એક નંબરના ઉતારામાં કરી આપવા કલેક્ટર માં રજુઆત કરી હતી. તેથી આ રજુઆત સંદર્ભે તેમને કલેક્ટરે બોલાવ્યા હતા. તેની વચ્ચે આજે દલિત આધેડ જમીન મામલે પરિવાર સાથે મોરબી કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવતો હોવાની વાત વહેતી થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે તેમના ઘરે તથા કલેક્ટર કચેરી એ બંદોબસ્ત ગોઠવી ધીધો હતો. જોકે તંત્રની દોડધામની વચ્ચે રજૂઆત કરવા આવેલા દલિત આધેડ જણાવ્યું હતું કે તેમણે આત્મવિલોપન ની કોઈ ચીમકી આપી જ નથીં તેઓ માત્ર રજૂઆત કરવા જ આવ્યા છે. જેથી તંત્રએ રાહતનો ડેમ લીધો હતો. જયારે દલિત આધેડના જમીન પ્રશ્ને કલેક્ટર આ જમીન કેસ મામલે 2 માસની મુદત આપીને આ અંગે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.

 

- text