હળવદના વિકાસકામોને વેગવંતો બનાવાશે : પ્રમુખ હિનાબેન રાવલ

- text


હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે હિનાબેન રાવલ અને ઉપ પ્રમુખ જયેશ પટેલની સર્વાનુમતે વરણી

હળવદ : નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ર૮ બેઠકમાંથી ૧૮ બેઠક પર ઉમેદવાર વિજય થતાં બહુમતી મળી હતી. શહેરમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ હતો કારણે કે, ગત પાલીકાની સતામાં ભાજપની બોડી હતી ત્યારે પાલીકાની ચૂંટણીમાં ફરી એકવાર શહેરીજનોએ ભાજપના વિકાસમાં વિશ્વાસ વ્યક્ત કરી ભાજપના ઉમેદવારોને વિજય બનાવ્યા હતા ત્યારે આજે પાલીકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે સર્વાનુમતે મતે વરણી કરવામાં આવી હતી.

હળવદ નગરજનોએ પુનઃ ભાજપના વિકાસ પર વિશ્વાસ મુકીને ગત ૧૯ તારીખે ભાજપના ર૮માંથી ૧૮ બેઠકો ભાજપનો કેસરીયો લહેરાયો હતો. ત્યારે આજે હળવદ નગરપાલિકા કચેરી આર.ઓ. અજય દહિયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ પદો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર પાંચના વિજેતા ઉમેદવાર હિનાબેન અજયભાઈ રાવલને પાલીકાના પ્રમુખપદે તેમજ જયેશભાઈ પટેલને ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છેકે ગત શુક્રવારે હળવદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ માટે સેન્સ લેવાઈ હતી. જેમાં ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિત તમામ પદો માટે સૌ કોઇમાં મીટ મંડાયેલી હતી ત્યારે આજરોજ મોરબી નાયબ કલેકટર અને મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં મતદાન થયા બાદ હળવદ પાલીકાના પ્રમુખ, ઉપ પ્રમુખની સર્વાનુમતે મતે બહુમતી સાથે વરણી કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ વેળાએ પાલીકા પ્રમુખ હિનાબેન અજયભાઈ રાવલે જણાવ્યું હતું કે, હળવદના વિકાસકામોને વેગવંતો બનાવાશે જેમાં પ્રથમ પ્રાધાન્ય શહેરના ઐતિહાસિક તળાવ સામતસરને રમણીય બનાવવામાં આવશે તેમજ રેલવે અધિકારીને ટ્રેનોના સ્ટોપેજ માટે આગામી સમયમાં રજૂઆત કરવામાં આવશે.
આ તકે પૂર્વ રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડીયા, બિપીનભાઈ દવે, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, વલ્લભભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, જશુબેન પટેલ, ઘનશ્યામભાઈ ગોહિલ, વિજયભાઈ જાની, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ સહિત ભાજપના હોદેદારોએ પ્રમુખ, ઉપ પ્રમુખને વાજતે-ગાજતે ઉમળકાભેર વધાવી લીધો હતો.

- text