વાંકાનેર ભાજપમાં ભંગાણ : તાલુકા પંચાયતના મહિલા સદસ્ય કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૮ સભ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્ય જયાબેન પરસોત્તમભાઈ વોરાએ અચાનક જ પક્ષપલટો કરી કોંગ્રેસનો હાથ પકડતા ખડભડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપમાંથી ચૂંટાયેલા જયાબેન વોરા એ ઓચિંતા પક્ષપલટો કરતા વાંકાનેરના રાજકારણમાં ગરમાવો અવ્યો છે.

ભાજપના સભ્ય જયાબેન પરષોત્તમભાઈ વોરા રાતીદેવળી સીટ પરથી ભાજપમાં ઉમેદવારી કરી જીત્યા હતા અને આજે વાંકાનેર ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા ઉપસ્થિતિમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કરી લીધી હતો. આ સાથે જ વાંકાનેર તાલુકા પંચાયતમાં કૉંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ ૧૮ ના આકડે પહોચ્યું છે.