વાંકાનેરના રાતીદેવડીમાંથી રૂ. ૫.૭૫ લાખનો દારૂ ઝડપાયો

એલસીબીએ બાતમીને આધારે જમીનમાં સંતળેલો દારૂ બહાર કાઢ્યો : બે શખ્સોની તલાશ

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે જમીનમાં ખાડો કરી સંતાડેલ વિદેશી દારૂનો ૫,૭૫,૧૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂ રાતીદેવડીના બે શખ્સોએ મંગાવી છુપાવ્યાનુ બહાર આવતા પોલીસે બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસની સુચના હેઠળ એલ.સી.બી.ના પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાની બાતમીને આધારે એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે આથમણી સીમમાં આવેલ તળાવના કાંઠા પાસે બાવળની ઝાડીમાં ખાડો કરી સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૯૧૭ કિમત રૂ.૫,૭૫,૧૦૦ ની મુદામાલ ઝડપી લીધો હતો

વધુમાં જંગી માત્રામાં ઝડપાયેલ આ દારૂનો જથ્થો વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના મહાવીરસિંહ પ્રવીણસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ ઈન્દુભા ઝાલાએ વેચાણ કરવાના ઈરાદે જમીનમાં દાટેલ હોવાનું તપાસમાં ખુલતા પોલીસે દારૂ જપ્ત કરી બંને શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.