મોરબીમાં શાળાના પટ્ટાવાળા બહેનોના હસ્તે ધ્વજવંદન કરાયું

- text


જ્ઞાનપથ વિદ્યાલય દ્વારા પ્રજાસત્તાક પર્વની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબી શહેરમાં આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી શાળાના પટ્ટાવાળા બહેનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

મોરબીના નામાંકિત જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ ખાતે ૬૯ માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવા શાળાના પટ્ટાવાળા બહેનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિના કાર્યક્રમ યોજી આન, બાન, અને સાન સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો.

- text

- text