માળીયાના જસાપર ગામે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થઈ

- text


દીકરીની સલામ દેશને નામ થીમ પર ગામની ઉચ્ચ શિક્ષિત યુવતીના હસ્તે થયું ધ્વજ વંદન

માળીયા : માળિયા મિયાંણાના જસાપર ગામની સરકારી શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન “દિકરીની સલામ, દેશને નામ” વિષય અનુસાર ગામની ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરી હેતલબેન વશરામભાઇ ચાવડાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ગાંધીજી, પિતા એક અમૂલ્ય પાત્ર, બેટી બચાવો બેટી પઢાઓ જેવા વિષયો પર સુંદર વક્તવ્યો, રાસ, પિરામીડ, દેશભક્તિ ગીતો, નાટકો તેમજ નાના ભૂલકાઓએ પોતાની પ્રતિભા દેખાડીને ઉપસ્થિત સર્વે મહેમાનો અને ગ્રામજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા.

સાથે-સાથે નિમ્ન પ્રાથમિકમાં હુંબલ જાનવી રાજેશભાઇ તેમજ ઉચ્ચપ્રાથમિકમાં ચાવડા મીત ધીરુભાઇને બેસ્ટ સ્ટુડેન્ટ ઓફ ધ યર એવોર્ડ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભૂતકાળમાં જસાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ હોય અને સરકારી નોકરીમાં ૨૦૧૭ દરમિયાન નિયુક્તિ મળી હોય તેવા ૧૦ યુવાનો અને યુવતીઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાંં આવ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમમાં શુક્રમણિ પ્રાથમિક શાળાના સ્ટાફ તરફથી શાળાના બાળકો અને ગ્રામજનો માટે ભેળના નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામના સરપંચ નિર્મલભાઇ મુળુભાઇ કાનગડ, ઉપ સરપંચ રાજેશભાઇ મુળુભાઇ ચાવડા, ગામના આગેવાનો તેમજ યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમને ખરા અર્થમાં સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર તમામ ગ્રામજનોનો શુક્રમણિ પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text