વાંકાનેરના મેસરિયા નજીક દારૂના કટિંગ સમયે પોલીસનો દરોડો : ૨૦ લાખના દારૂ સહિત અડધો કરોડનો મુદામાલ જપ્ત

- text


મેસરિયાની સીમમાં મહાદેવ મંદિરની ધારમાં વાંકાનેર તાલુકા પોલીસની સફળ રેડ : તમામ આરોપી નાસી છૂટ્યા : વાહન નમ્બર અને મોબાઈલને આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગત રાત્રીના મેસરિયાની ગામની સિમમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ સમયે જ ફિલ્મી સ્ટાઇલથી છાપો મારતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી.પોલીસે ઘટના સ્થળેથી ૨૦ લાખ ૧૦ હજારના દારૂ સહિત કુલ ૪૭ લાખ ૫૩ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જોકે આ દરોડામાં પોલીસને જોઈ તમામ આરોપીઓ નાસી છૂટતા પોલીસે વાહન અને મોબાઈલ નંબરના આધારે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના જિલ્લા પોલીસ વડાની સુચનને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.આર.ગઢવી, એમ.એમ ગોસાઈ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચાવડા, પી.સી.રવીકુમાર લાવડીયા, યસપાલસિંહ પરમાર તથા અશ્વિનભાઈ લોખીલ સહિતના નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે મેસરિયા ગામની સીમમાં જવાના રસ્તે ધર્મ મહાદેવ મંદિર જવાના રસ્તે ટ્રેલર ટ્રક અને બોલેરો ગાડીમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે.

- text

જેને પગલે વાંકાનેર તાલુકા પોલીસ અટફે તુરત જ ઘટના સ્થળે દોડી જઇ રેઇડ કરતા પોલીસને જોઈ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી ટ્રેલર નમ્બર આર.જે.૨૭ જી.એ.૪૬૦૪, બોલેરો પિકઅપ વાહન જી.જે. ૩ એ.વી.૯૧૬૯ તથા બે સ્પેલન્ડર મોટર સાયકલ કબ્જે કર્યા હતા.

પોલીસે દરોડા દરમિયાન ટ્રેલર તર્ક અને બોલેરો વાહનમાંથી વિદેશી દારૂની ૫૦૦ પેટી એટલે કે ૬૦૦૦ બોટલ જેમાં જુદી-જુદી બ્રાન્ડમાં રોયલ સ્ટગ, મેકડોવેલ નમ્બર વન, એવરીડે ગોલ્ડ, એપિસોડ, રોયલ જનરલ રિવર્સ અને રોયલ ચેલેન્જર્સ સહિતનો રૂપિયા ૨૦ લાખ ૧૦ હજારનો શરાબ અને ૨૭૩૫૦૦૦ ની કિમતના વાહનો ઉપરાંત ૮૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ ૪૭૫૩૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુંજો દાખલ કરી વાહન નમ્બર અને મોબાઈલના આધારે દારૂના ધંધાર્થીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text