યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિક્ષેત્રે સદાય તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે 27 ડિસેમ્બરે જન્મ દિવસ છે.

પોલીસ વિભાગમાં જોડાયને પણ જનસેવા અને ગરીબોના બેલી કહેવાતા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સ્થાપક અને મેન્ટોર દેવેનભાઈ રબારીએ મોરબીમાં દેશભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અનોખી મિશાલ કાયમ કરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય દેવેનભાઈનું યંગ ઇન્ડિયા ગ્રુપ ક્યારેય સેવાકીય પ્રવૃત્તિમાં પીછેહઠ નથી કરતું, હિન્દૂ, મુસ્લિમ તહેવારોમાં સર્વધર્મ સમભાવની ભાવનાથી દરેક તહેવારોની અનોખી ઉજવણી કરી પ્રાચીન સંસ્કૃતિને અર્વાચીન સંસ્કૃતિ સાથે સમયબદ્ધ રીતે તાલ મિલાવી તેમાં પણ ગરીબોની અને ખાસ કરીને અનાથ અને વૃઘોની કાળજી લેતા દેવેનભાઈએ પોતાનો જન્મ દિવસ પણ અનોખી રીતે ઉજવવા આજે મોરબીના વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવવા નક્કી કર્યું છે.

- text

આજે દેવેનભાઈ અનાથ બાળકો અને વડીલો સાથે ભજનસંધ્યા અને ગઝલ સંધ્યાની મજા માણી પોતાના જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે.

ગરીબો અને અનાથ બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સાદગીભર્યું જીવન જીવતા દેવેનભાઈને સો સો સ્લેમ સાથે આજે તેમના જન્મ દિવસે મિત્રો, શુભેચ્છકો, પરિવારજનો તરફથી ખુબ-ખુંબ શુભકામનાઓ મળી રહી છે.

 

- text