હાર્દિકનું મોરબીમાં આગમન : કાલે ખાખરેચીમાં સભા ગજાવશે

- text


આજે હાર્દિકે મોરબીમાં બે લગ્ન પ્રસંગમાં હાજરી આપી : કાલે ખાખરેચી, સજનપર, બેલામાં કાર્યક્રમ

મોરબી: આવતીકાલે મોરબી જિલ્લામાં નરેન્દ્ર મોદીની સભાની સાથે પાસ આગેવાન હાર્દિક પટેલની મોરબી જિલ્લામાં સભા સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જો કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું તો અત્યારે જ મોરબીમાં આગમન થઈ ચૂક્યું છે અને બે લગ્નપ્રસંગમાં હાજરી પણ આપી છે.
આવતીકાલે વડાપ્રધાન મોદી અને હાર્દિક પટેલની મોરબી જિલ્લામાં સભા હોય ભારે ઉત્કંઠાનો માહોલ છે. વડાપ્રધાન મોદી પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં તો હાર્દિક પટેલ માળીયા મિયાણાના ખાખરેચી ગામે ૧૦૦ ગાડીઓના કાફલા સાથે રેલી યોજી ખેડૂત સંમેલનને સંબોધનાર છે.

- text

દરમિયાન મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું મોરબીમાં આગમન થઈ ગયું છે અને આવતીકાલની સભાની મંજુરી પણ મળી ગઈ છે, આવતીકાલે સવારે મોરબીથી ૧૦૦ ગાદીના કાફલા સાથે રવાના થશે અને ૧૦ વાગ્યે ખાખરેચીમાં ખેડૂત સંમેલનમાં સભાને સંબોધન કરશે બાદમાં બેલા ગામે જશે ત્યાં ગામના વડીલો સાથે ચાય પે ચર્ચા કરશે. ત્યાર બાદ હાર્દિક પટેલ બપોરે ૩ વાગ્યે ટંકારાના સજ્જનપર ગામે જશે જ્યાં ચોક પે ચર્ચા કરશે અને સાંજે ૬ વાગ્યે રાજકોટ જવા રવાના થશે.

- text