ઢોલ-ત્રાસાના તાલે અને રાસ-ગરબાની રમઝટ વચ્ચે વાઈબ્રન્ટ સિરામિક સમિટનું સમાપન

- text


વાઈબ્રન્ટ વરઘોડામાં વિજેતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝને સ્થળ ઉપર અનોખા અંદાઝમાં એવોર્ડ પણ અપાયા

ગાંધીનગર : ૧૬ નવેમ્બરથી ગાંધીનગર ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ સિરામિક સમીટ એક્સ્પોનું કાલે અનોખા ગુજરાતી પરંપરાના અંદાજમાં વાઈબ્રન્ટ વરઘોડા સાથે સમાપન કરવામાં આવ્યુ હતું.

ગાંધીનગર ખાતે તા.૧૬ નવેમ્બરથી શરૂ થયેલા વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો – ૨૦૧૭નું સમાપન થયું હતું. સમાપન સમારોહમાં ગુજરાત અને ખાસ કરીને કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ-ત્રાસાના જોરદાર તાલ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. વરઘોડામાં આયોજકો અને દેશ-વિદેશના મહેમાનો પણ મનભરીને ઝુમ્યા હતા. મોરબી સિરામિક આસો.ના આગેવાનો કે.જી.કુંડરિયા, નિલેશ જેતપરિયા, મુકેશ પટેલ, નિલેશ પટેલ, પ્રવીણ બરાસરા, કિરીટ પટેલ તેમજ સિમ્પોલો ગ્રૂપના ચેરમેન જીતુભાઇ પટેલ સહિતના અગ્રણી ઉદ્યોગકારો અને ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલ, દેવાંગ પટેલ, વિશાલ આચાર્ય, સૌરીન બાસુ સહિતની આયોજકોની ટિમ કલોસિંગ સેરેમનીમાં ઢોલના તાલે ઝૂમીને વાઇબ્રન્ટ સીરામીક એક્સપોની સફળતાની ઉજવણી કરી હતી.

- text

દરમિયાન આ સમાપન વાઈબ્રન્ટ વરઘોડામાં જુદી-જુદી કેટેગરીના એવોર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.અને યુકે સહિતના વિદેશી મહેમાનો પણ વરઘોડામાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ ની ફલશ્રુતિ રૂપે અનેક દેશો સાથે એમઓયુ થવાની સાથે એક્ઝિબીટરોને મોટા પ્રમાણમાં ઓર્ડરો મળતાં ચોતરફ ખુશીના માહોલ વચ્ચે આગામી વર્ષનો એક્સ્પો જલ્દીથી યોજાઈ તેવી લાગણી સૌ કોઈ વ્યક્તિ કરી હતી.

- text