મોરબી : આગામી રવિવારે સાંજે રાજકિય પક્ષોને ચૂંટણી ખર્ચ અંગે તાલીમ અપાશે

- text


 

મોરબી :મોરબી જિલ્લાના રાજકિય પક્ષના પદાધિકારીઓ તથા પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મોરબી શ્રી આઈ.કે.પટેલે કલેકટર કચેરી સભાખંડમાં આજે બેઠક યોજી હતી.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ નું પ્રથમ તબક્કાનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે. જેમા મોરબી જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકોમાં ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર નો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઈ.કે.પટેલે બેઠકમાં ઉપસ્થિત રાજકિય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી સંદર્ભે દરેક વિધાનસભા વાઈજ ઉમેદવારની ચૂંટણીમાં રૂ.૨૮ લાખની ખર્ચની ચૂંટણીપંચે મર્યાદા નક્કી કરેલ છે. જેમા ઉમેદવારોએ પ્રચાર પ્રસાર માટેની જાહેરાતોમાં મંડપ સમિયાણા પ્રચાર સાહિત્ય તેમજ જમણવારમાં કેટલા પ્રમાણમાં ખર્ચ કરવાનો થાય છે. તેની ચૂંટણીપંચે ચોક્કસ ગાઈડલાઈન આપી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આઈ.કે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી તા.૨૯/૧૦/૨૦૧૭ ના રવિવારે સાંજે-૪-૦૦ કલાકે કચેરીના સભાખંડમાં રાજકિય પક્ષોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું પાલન, નાણાકિય ખર્ચ કરવાની ચૂંટણીપંચની ગાઈડલાઈન અંગે સવિસ્તર તાલીમ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text

- text