મોરબી લાલપર નજીક શક્તિ ચેમ્બરના બેન્ક માં કન્ટેનર ઘુસી ગયુ

- text


મોરબી:મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક શક્તિ ચેમ્બરમા આજે સવારે કન્ટેનર બેન્ક .માં ઘુસી જતા અફડાતફડી મચી ગઇ હતી.

- text

જાણવા મળ્યા મુજબ આજે સવારે હાઇવે પરથી પસાર થઈ રહેલા તોતિંગ કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં કન્ટેનર લાલપર ગામ નજીક આવેલ શક્તિ ચેમ્બરમમાં આવેલ કોટેજ મહિન્દ્રા બેન્ક માં ઘુસી ગયુ હતું.
જો કે સવારનો સમય હોવાથી લોકોની અવર જવર નહિવત હોવા ઉપરાંત દુકાનો બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતું કન્ટેનર ચાલક રવિન્દ્ર કુમાર હીરાઈ મોહન્તને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text