મચ્છુકાંઠે મારુ મોરબી….મોરબીના યુવાને બનાવ્યું અનોખું ગીત

- text


સોશ્યલ મીડિયામાં ગીતને ભારે લોકચાહના મળી

મોરબી:ખૂબ જ ઝડપથી વિકાસ પામેલ ઔધોગિક નગરી મોરબી શહેરની જીંદાદીલી અને ખમીરી આગવી ઓળખ છે,જેનું દરેક મોરબીવાસીઓને ગૌરવ થાય તેવું ગીત મીરબીના યુવાનોએ બનાવી સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા આ ગીતને ભારે લોકચાહના મળી છે.
મોરબીમાં રહેતા સંદીપ જાની નામના યુવાને મોરબીની ગરીમા વિશે સરસ મજાના ગીતની રચના કરી છે.જેમાં મચ્છુ કાંઠે મોરબી મારુ…બહુ ગમે મને મોરબી….રંગ રંગીલું મોરબી…ગીત પર મધુર સવાર આપી લોક જીભે રમતું કરી દીધું છે,સંદીપ જાનીએ સંગીતકાર દર્શીલ જસાણી,ડીસૂઝાસ,રિદ્ધિમાં પ્લેયર,ભાવિક ગજ્જર રવિ પંડ્યા અને રાહુલ મકવાણા સહિતના યુવાનોની ટીમનો સહકાર લઈ તાલબદ્ધ રીતે ગીતને રજુ કર્યું છે.
આ ગીતમાં ઘડિયાળ,નળિયાં,તળિયા સીરામીકનો વિકાસ,ઐતિહાસિક ધરોહર નહેરુગેટ,ઝૂલતો પુલ,મણિ મંદિર અને મોરબીવાસીઓ રિતભાતને બખૂબી વણી લઈ ગીતમાં વર્ણ કર્યું છે.
હાલ આ ગીત સોહયલ મીડિયામાં ભારે લોકપ્રિય બન્યું છે.

- text

 

- text