હળવદમાં દારૂની કેબીન ! ૩૦૩ ચપલા કબ્જે કરતી પોલીસ

- text


હળવદ-મોરબી ચોકડીએ પોલીસે રેઇડ કરતા ૩૦૩૦૦નો દારૂ મળી આવ્યો

હળવદ : મોડીરાત્રે હળવદ પીએસઆઇ શુક્લ સહિતના સ્ટાફે હળવદ-મોરબી ચોકડી નજીક કેબિનમાં દરોડો પાડી રૂપિયા ૩૦૩૦૦ની કિંમતના ૩૦૩ નંગ વિદેશી દારૂના ચપલાનો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ અને સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા અને ભરતભાઇ રબારીને બાતમી મળી હતી કે હળવદ-મોરબી ચોકડી નજીક કેબીન ધરાવતા દિનેશ લાલજીભાઈ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે ને પગલે પોલીસે કેબિનમાં દરોડો પડતા વિદેશીદારૂના ચપલા નંગ ૩૦૩ મળી આવતા પોલીસે રૂ.૩૦૩૦૦નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ સફળ કામગીરીમાં પીએસઆઇ શુક્લ સાથે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાલાસરા,ભાવેશભાઈ મિયાત્રા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

- text

- text