સીરામીક એસો.દ્વારા ઉત્તરપ્રદેશના ટાઇલ્સ વેપારીઓ સાથે બેઠક

વાયબ્રન્ટ સમિટમાં લખનઉ-કાનપુરથી 150 થી વધુ ગ્રાહકો આવશે

મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા દિલ્હી બાદ ઉત્તરપ્રદેશના ટાઇલ્સ વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં લખનઉ-કાનપુરથી જ 150 થી વધુ વેપારીઓએ સમિટમાં આવવાનું જાહેર કર્યું હતું,
ગઈકાલે વાયબ્રન્ટ સીરામીક સમીટને લઈ મોરબી સીરામીક એસો.દ્વારા લખનઉ-કાનપુર ખાતે વેપારીઓ સાથે બેઠક યોજી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી,તેમજ ડિલરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ટ્રેંડર્સ હાજર રહ્યા હતા.
વાયબરન્ટ સિરામીક એક્સપો -સમીટ ના પ્રમોસન માટે લખનઉ ખાતે ઉતરપ્રદેશ ના ગ્રાહકો તેમજ લખનઉ અને કાનપુર ના સિરામીક ટ્રેડીંગ એસોસીએસન ના હોદ્દેદારો તેમજ સાથોસાથ પ્રેસ કોન્ફ્રન્સ યોજી અને ૧૬ થી ૧૯ નવેમ્બર ગાંધીનગર ખાતે યોજાનાર વાયબરન્ટ સિરામીક એક્સપો-સમીટ ની માહીતી આપી અને આવવા માટે આમંત્રિત કર્યા હતા,આમંત્રણને પગલે લખનઉ અને કાનપુર થી જ ૧૫૦ થી વધુ ગ્રાહકો વાયબરન્ટ ની મુલાકાત લેનાર હોવાનું ડિલર્સ દ્વારા જાહેર કરાયું હતું.