સ્વયંભુ શ્રી જડેશ્વર દાદાની ભવ્યાતિત પાલખી યાત્રા નીકળી

- text


વાંકાનેર : વાંકાનેર નજીક રટણ ટેકરી પર બિરાજતા સ્વયંભુ શ્રી જડેશ્વર દાદા નો આજે પ્રાગટ્ય દિન હોય વર્ષો પુરાણી પરંપરા મુજબ સવારે નીકળેલી દાદા ની પૂર્ણ પ્રતિમા સ્વરૂપ ની પાલખી યાત્રા. સમગ્ર વર્ષમાં માત્ર એક જ દિવસ જડેશ્વર દાદા ના આ પૂર્ણ રૂપ ના દર્શન કરવા સંતો-મહંતો ની સાથે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

- text

શ્રાવણ માસ નો બીજો સોમવાર એ શ્રી જડેશ્વર દાદા નો પ્રાગટ્ય દિવસ હોય વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ જડેશ્વર ના મહંત શ્રી રતીલાલજી મહારાજ તેમજ પુજારી ગણો ની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ નિજ મંદિરમાં થી દાદાની પૂર્ણ પ્રતિમા સ્વરૂપ ને પાલખીમાં બિરાજી મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અને શૃંગાર કરી વરણાગી-પાલખી યાત્રા મંદિર પરિસર માંથી શરુ થઇ હતી.
સમગ્ર પાલખી યાત્રા માં આગળ ઢોલ-નગર અને ત્રાંસા સાથે સમગ્ર ગુજરાત માંથી આવેલા બ્રાહ્મણો ના ગગનભેદી મંત્રોચ્ચાર તેમજ ઉપસ્થિત બહોળી સંખ્યાના શિવ ભક્તો દ્વારા જય જય જડિયા- જય જય શીવ શંભુ ના નાદ સાંભળતા હતા, આ યાત્રામાં પાલખી સાથે મંદિરના મહંત શ્રી રતીલાલજી મહારાજ અને પુજારી શ્રી નો રથ પણ સામેલ હતો. મંદિર પરિસર થી નીકળેલ આ વરણાગી ટેકરી નીચે ના મેળા મેદાન માં લોકોને દાદાની પૂર્ણ સ્વરૂપ ના દર્શન કરાવી પરત ટેકરીના પગથીયા વાટે મંદિર પરીસરમાં આવી હતી જ્યાં પ્રથમ મહંતો દ્વારા આરતી ઉતારી થોડા સમય માટે લોકોના દર્શનાર્થે રાખવામાં આવેલ અને ત્યાર બાદ મધ્યાન આરતી સમયે નિજ મંદિરમાં આ પૂર્ણ પ્રતિમા ને શિવલિંગ પર આજનો દિવસ માટે રાખવામાં આવી હતી.
વરણાગી પૂર્ણ થયે દાદા માથે ઉપાડી પગથીયા ચડી લાવવામાં આવે છે.
જડિયા દાદાની વરણાગી ઉગમણા દ્વારે થી પાલખીમાં નીકળી મેળા પરીસરમાં ફરી પરત મંદિર પરીસર માં પ્રવેશવા મંદિરના પાછળના દ્વારે થી ૭૫ થી વધુ પગથીયાઓ થી શ્રી દાદાના આસનને માથા પર ઉપાડી આથમણા દ્વારે થી પરિસરના લાવવામાં આવે છે.

- text