મોરબી : સિરામિક એક્સપોર્ટરોને મૂંઝવતા પ્રશ્નો અંગે સેમિનાર યોજાયો

સીજીએસટી ડેપ્યુટી કમિશનર મનીશકુમારે એક્સપોર્ટરોને મૂંઝવતા પ્રશ્નો નું નિરાકરણ કર્યું

મોરબી : સિરામિક પ્રોડક્ટના એક્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓને માર્ગદર્શન આપવા માટે આજે સિરામિક એસોસિએશન દ્વારા ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં એક્સપોર્ટને લઇ મૂંઝવતા પ્રશ્નોનું અધિકારી દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી સીરેમીક અેસોશીએશન હોલ ખાતે જીએસટી બાદ મરચન્ટ એકસપોર્ટરને મુઝવતા પ્રશ્નો માટે સેમીનાર રાખવામા આવ્યો હતો.ખાસ કરીને જીએસટી કાયદાના અમલ બાદ એકસપોર્ટ માટે ધણી બાબતો સ્પષ્ટ નથી. એકસપોર્ટરો મૂંઝાઈ છે કે એક્સપોર્ટ કંઈ રીતે કરવું ?
જેને પગલે સિરામિક એસોસિએશન દ્વારા એક્સપોર્ટરોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જીએસટી વિભાગના અધિકારી સાથે વિચાર વિમર્સ કરી સેમિનાર યોજવામાં આવ્યો હતો અને સીજીએસટી ડેપ્યુટી કમિશનર શ્રીમનીષકુમાર હાજર રહ્યા હતા.અને તેઓએ એક્સપોર્ટરોને સરસ રીતે માર્ગદર્શન આપ્યું હતું.
આજના આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ અને એકસપોર્ટરો હાજર રહ્યા હતા. આ તકે સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી. કુંડારીયા તથા નિલેશભાઈ જેતપરીયા એ હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું .