મોરબીમાં શાળાના બાળકોએ પોલીસ સ્ટેશનની કામગીરીનું જ્ઞાન મેળવ્યું

મોરબી તાલુકાની ઉચી માંડલ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના આશરે ૫૦ જેટલા વિદ્યાથીઓએ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જેમાં શાળાના બાળકોએ પોલીસની કામગીરી શું થાય તો અહી આવવું જેવા અનેક મુંજવતા પ્રશ્નો પૂછ્યા હતા. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ આર.ટી.વ્યાસે પોલીસની તમામ કામગીરીની જીણવટ ભરી માહિતી આપી હતી.તેથી ઘણાં બાળકોએ પોલીસ બનીને પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાની તૈયારી દર્શાવી છે.