મોરબી : પત્રકાર જગતના દાદા પ્રવીણ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબીમાં સતત અઢી દાયકાથી પત્રકારત્વનાં માધ્યમથી સમાજની અનેક સમસ્યાઓને વાચા આપી ઉકેલ સુધી લઇ જનાર નીડર, લીડર અને તટસ્થ, પત્રકાર આલમમાં “દાદા” નાં હુલામણા નામ થી જાણીતા સિનિયર પત્રકાર શ્રી પ્રવીણભાઈ વ્યાસ (અકિલા)નો આજે જન્મ દિવસ છે. પ્રવીણ વ્યાસ પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી મોરબીના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. પત્રકારત્વની સાથે અનેક સામાજિક કાર્યોમાં પણ તેમનું અનેરું પ્રદાન રહ્યું છે. મોરબી પત્રકાર જગતના ‘દાદા’ પ્રવીણ વ્યાસને જન્મદિનની અનેક અનેક શુભકામનાઓ. પ્રવીણ વ્યાસના મોબાઈલ નં 9825487412 પર તેમના શુભ ચિંતકો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા.