મોરબી : અકસ્માત ઝોન ગણતા માળીયા ફાટકે ઓવરબ્રીજ બનશે : કામ પણ શરુ

- text


મોરબી : ગુજરાતનાં અકસ્માત ઝોનનાં ટોપ ટેન માનાં એક મોરબી નજીક નેશનલ હાઇવે પર આવેલા માળીયા ફાટક ચોકડી પર અકસ્માતો ઘટાડવા માટેની ઓવરબ્રીજ બનાવવાની લાંબા સમયની માંગ સાકાર થઈ છે. માળીયા ફાટકે ઓવરબ્રીજ બનનાવવાની કામગીરી હાથ ધરાઇ છે.
માળીયા ફાટકે મહેન્દ્નગર ગામ જવા, વાંકાનેર તરફ જવા, મોરબી તરફ આવવા અને માળીયા(મી) તરફ જવા માટે એમ ચાર માર્ગો ભેગા થાય છે. આમ પણ માળીયા ફાટકે વાહનોનો અસામાન્ય ઘસારો રહ્યો છે. ચાર માર્ગોને કારણે વાહનો સામે સામે આવી જવાથી ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાયા છે. અકસ્માતોનું પ્રમાણ એટલી હદે વધી ગયું હતું કે આ માળીયા ફાટક્ને ગુજરાતનાં ટોપ ટેન સ્થળોમાં સ્થાન મળ્યું હતું. અકસ્માતોની સાથે ટ્રાફિકજામની સ્થિતિ પણ વિકરાળ છે. ત્યારે માળીયા ફાટકે લાંબા સમયથી ઓવારબ્રીજ બનાવવાની માંગ થઈ છે. અને અંતે આ માંગણીનો સ્વીકાર કરાયો છે. અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માળીયા ફાટકે ઓવરબ્રીજનું કામ હાથ ધરાયું છે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરીટીનાં અધિકારીએ જણાવ્યુ હતું કે, માળીયા ફાટક પર ઓવરબ્રીજનું લાંબા સમયની માંગને કારણે આ દિશામાં દોઢ વર્ષથી કાર્યવાહી હાથ ધરાઇ છે. અને ઓવરબ્રીજની ૨૩ ફેબ્રુઆરીથી મંજૂરી મળી ગઈ છે. આ રૂ.૨૪ કરોડોનો પ્રોજેકટ થયો છે. અત્યારે માળીયા ફાટકે બંને બાજુએ સર્વિસ રોડ મજબૂત બનાવવાની કામગીરી થઈ રહી છે. બાદમાં મુખ્ય રસ્તા બંધ કરીને ઓવરબ્રીજનું કામ હાથ ધરાશે છે.⁠⁠⁠⁠

- text