મોટાભેલામાં જુગાર રમતા છ ઝડપાયા

માળીયા પોલીસે રૂ.2070 ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તિ રમી રહેલા વિરુદ્ધ કરી કાર્યવાહી

મોરબી : માળીયા મિયાણા પોલીસે ગઈકાલે મોટાભેલા ખાતે રેડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો ને ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે જાહેરમાં તીનપત્તિ નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને પગલે પોલીસે રેડ કરતા હેમરાજભાઈ ત્રિભોવનભાઈ સોમાણી, સંજય બટુકભાઈ પંચાસરા,મુન્નાભાઈ રાજુભાઇ સોમાણી,દિલીપભાઈ ત્રિભોવનભાઈ સોમાણી,મનસુખભાઇ પોલાભાઈ પંચાસરા,અને મનસુખભાઇ ગંડુભાઈ સોમાણી ગંજીપત્તા વડે તીનપત્તિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. વધુમાં પોલીસે ઘટના સ્થળેથી 2070ની રોકડ અને ગંજીપના કબ્જે કરી કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચંદુભાઈ ની ફરિયાદ પર થી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે આ મામલે ફિરોજભાઈ તપાસ ચલાવી રહ્યા છે.