મોરબી : માનવ જિંદગી જોખમમાં મુકતી ઓવરએઈઝ બસોને બંધ કરવા રજૂઆત

- text


મોરબી જિલ્લો આજે ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યો છે ત્યારે એસ.ટી. વિભાગમાં વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે. ત્યાં ચાલતી ઓવર એઇઝ બસોથી માનવ જિંદગી જોખમમાં મુકાય છે. તેથી તેને બદલાવવા વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.

- text

મોરબી ડેપોમાં ૩ એસ.ટી. બસો જેના કી.મી. પૂરા થઈ ગયા છે. છતાં ગ્રામ્ય વિસ્તારમાં દોડાવવામાં આવે છે. આવી બસો ક્યારે અકસ્માત સર્જે તે નક્કી ન કહેવાય. અગાઉ એસ.ટી. નિગમે તાત્કાલિક આવી બસો પરત ખેંચી બંધ કરાવી હતી. પરંતુ આજે ફરી આવી ઘણી બસો ગ્રામ્ય વિસ્તારમાં ચલાવવામાં આવે છે. જેથી માનવ જિંદગી જોખમમાં મુકાય છે. તેથી જાગૃત નાગરિક તરીકે પી.પી.જોષીએ માંગ કરી છે કે, આવી બસો પરત ખેંચી સમયસર માનવ જિંદગી બચાવવામાં આવે અને વધુમાં જણાવ્યુ હતું કે, આવી બસોનું ડીઝલ એવરેજ પણ પૂરું આપતું નથી અને નિગમને આર્થિક નુકશાન થાય છે. જેનો દોષ ડ્રાઈવરો ઉપર નાખવામાં આવે છે. મોરબી ડેપોમાં સ્ટાફ ઘટવાની, માલ-સમાન, એસટી બસોની ઘટ આવી અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે. લેખિતમાં વારંવાર રજૂઆત પણ થાય છે. પરંતુ સમસ્યાથી કંટાળીને ડેપોમેનેજર બદલી કરાવી ચાલ્યાં જાય છે. પરિણામે પ્રશ્નનો ઉકેલ આવતો નથી તેથી સમયસર આવી બસો બદલી મહામૂલી માનવ જિંદગીને જોખમમાંથી ઊગારવા માટે યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી છે.⁠⁠⁠⁠

 

- text