મોટીવેશનલ ગુરુ સંતોષ નાયર આજે મોરબીનાં ઉદ્યોગપતિઓને મોટીવેટ કરશે

સિરામિક એસો. દ્વારા ઉદ્યોગકાર-વેપારીઓ માટે ખાસ સેમિનારનું આયોજન

મોરબી : આજનાં હરીફાઈભર્યાં યુગમાં વેપાર-ધંધામાં કુશાગ્રતાનની સાથોસાથ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો એ અંગે માર્ગદર્શન આપવા સિરામિક એસો. દ્વારા આજ રોજ મોટીવેશનલ ગુરુ સંતોષ નાયરનાં ખાસ પેઇડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી અપડેટને પ્રાપ્ત વિગતો મુજબ સિરામિક એસો. દ્વારા સ્કાય મોલ ખાતે આજે સાંજે ૪.૩૦ વાગ્યે મોરબીનાં ઉદ્યોગકારો અને વેપારીઓ માટે ખાસ મોટીવેશનલ ગુરુ સંતોષ નાયર વેપાર-ધંધાને વિકસાવવા વિષયક માર્ગદર્શન આપશે.
આ સેમિનાર અંગે સિરામિક એસો. પ્રમુખ કે,જી. કુંડારિયા સાહેબે જણાવ્યું હતું કે, ખાસ કરીને આજનાં આધુનિક સમયમાં મોટીવેશન ખૂબ જ જરૂરી છે. તેથી જ સિરામિક એસો. દ્વારા મોટીવેશનલ અને કોન્ફીડેન્શ ગુરુ તરીકે જાણીતા સંતોષ નાયરનો ખાસ સેમિનાર યોજવામાં આવ્યો છે. વધુમાં આ સેમિનાર પેઇડ હોવા છતાં ઉદ્યોગકારોએ ખૂબ જ રસ દાખવી પાસ મેળવ્યા છે. અને આ સેમિનાર બાદ ચોક્કસપણે ઉદ્યોગકારો મોટીવેશન ગુરૂ સંતોષ નાયરની ટીપ્સ ખૂબ જ ઉપયોગી અને અગત્યની નીવડશે તેવો વિશ્વાસ સિરામિક એસો. પ્રમુખે વ્યકત કર્યો હતો.