મોરબી : આપણા ઋષી મુનિઓની યોગની પરંપરાને વિશ્વના દેશોએ હર્ષભેર અપનાવી છે : સંસદિય સચિવશ્રી બાબુભાઇ પટેલ

- text


વિશ્વ યોગ દિન નિમિત્તે વહિવટીતંત્રના મુખ્ય ૨૩ યોગ કેન્દ્રો સહિત જિલ્લામાં ૧.૨૫ લાખ લોકોએ યોગાસન કર્યા

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાનો મુખ્ય મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં અંદાજે ૫ હજાર લોકોએ યોગાસનો કર્યા

મોરબી : ૨૧મી જુનના વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે આજ રોજ મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વાર મોરબી ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સહકાર અને કૃષિ વિભાગના સંસદિય સચિવ શ્રી બાબુભાઇ જે. પટેલની ઉપસ્થિતિમાં વહેલી સવારે યોગાસનોનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આપણા ઋષી મુનિઓના યોગની પરંપરાને અને આપણા સાંસ્કૃતિક વારસામા વણાયેલી યોગની પરંપરાને આપણા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી વિશ્વના મોટા ભાગના દેશોએ હર્ષભેર અપનાવી છે. અને ૨૧મી જુનના આજના દિવસે વિશ્વના મોટાભાગના દેશમાં યોગના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.
વહેલી સવારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લખનૌથી બાયસેગના માધ્યમથી યોગાસનોની માનવ જીવનમાં ઉપયોગીતા ઉપર રજુ થયેલ પ્રવચનને ધ્યાનાપુર્વક સાંભળી સંસદિય સચિવશ્રી બાબુભાઇ પટેલ ધારાસભ્ય શ્રીકાંતિભાઇ અમૃતિયા, જિલ્લા કલેક્ટરશ્રી આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધીકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધીકારી શ્રી જયપાલસિંહ રાઠોડ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીશ્રીઓ જિલ્લાની કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈ ઓમ – મંત્રોચ્ચાર સાથે યોગાસનોમાં ભાગ લીધો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી આઈ.કે.પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેના યોજાયેલા આ યોગાસન કાર્યક્રમમાં અંદાજે ૫ હજાર લોકો તથા વહિવટીતંત્ર- દ્વારા આયોજિત મોરબી શહેરના ૫ કેંન્દ્રોમા મળી કુલ-મોરબી શહેરમાં અંદાજે ૧૦ હજાર લોકો તેમજ કુલ- જિલ્લાના ૨૩ યોગ કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાયેલ કાર્યક્રમમાં મળી ૧.૨૫ લાખ લોકો આ યોગાસન કાર્યક્રમમાં જોડાયા હતા. જેઓને યોગના ૨૦૦ તજજ્ઞોએ યોગ- નિદર્શન કરાવ્યું હતુ. કલેક્ટરશ્રીએ વહિવટીતંત્ર – દ્વારા જિલ્લાના ૨૩ કેન્દ્રો ઉપરાંત જિલ્લાની- શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોએ પણ પોતાની રીતે યોગાસનોના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પણ લોકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. તેમ પણ તેમણે જણાવ્યું હતુ. આ યોગાસન કાર્યક્રમમાં દિલ્હીના યોગાચાર્ય શ્રી પ્રદીપ શર્મા તથા મોરબી સર્વસિધ્ધી યોગ ધ્યાન શીબીરના અંબારામ કવાડીયાએ સુંદર રીતે યોગાસનોનું નિદર્શન કરાવ્યું હતું. યોગ દિન ઉજવણી કાર્યક્રમમાં યોગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને બિસ્કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
યોગાસનના આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.જી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડૉ.નિખીલ બર્વે, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.બી.ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એમ.કતીરા, મુખ્ય ખેતિવાડી અધિકારીશ્રી ડી.બી.ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રઘુભાઇ ગડારા નગરપાલીકા મોરબીના ઉપપ્રમુખશ્રી ભરતભાઇ ઝારીયા, મોરબીજિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખશ્રી મંજુલાબેન દેત્રોજા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જયોતિસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારીશ્રી કેતન જોષી, માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર શ્રી પી.એમ.દોમડીયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિશ્વજીત વ્યાસ સહિતના જિલ્લા કચેરીઓના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.⁠⁠⁠⁠

- text