કેન્દ્રીયમંત્રી જયપ્રકાશ નડ્ડા ૧૭મીએ મોરબી આવશે

- text


ઉમા ટાઉનશીપ ખાતે સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં હાજરી આપશે

મોરબી : આગામી તારીખ ૧૭ જુનના રોજ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારની સિદ્ધિ વર્ણવતા કાર્યક્રમ સબકા સાથ સબકા વિકાસમાં હાજરી આપશે. મોરબી અપડેટને જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કરતા અવસરે સરકારની કામગીરી જનજન સુધી પહોંચાડવા દેશભરમાં મોદી ફેસ્ટ અને સબકા સાથ સબકા વિકાસ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આગામી તા.૧૭ જુનના રોજ મોરબી ખાતે સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમનું આયોજન ઘડી કઢાયુ છે.
વધુમાં ગઈકાલે કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમને અનુલક્ષી પ્રદર્શન કામગીરી સાંભળનાર એજન્સીના સંચાલકો તેમજ કાલાવડ જોડિયા મતવિસ્તારના ધારાસભ્યએ આ મામલે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી સમગ્ર આયોજન ગોઠવ્યાની વિગતો સાંપડી રહી છે. દરમિયાન ઉમા ટાઉનશીપ ખાતે યોજાનાર સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની ત્રણ વર્ષની સિદ્ધિઓ ઉપરાંત કેન્દ્ર સરકારે રજૂ કરેલી જુદી જુદી યોજનાની જાણકારી અને કામગીરીના લેખાજોખાં મોટા મોટા હોર્ડિંગ્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર હોવાનું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

- text

- text