વાંકાનેર : પોણા કલાકમાં પોણો ઇંચ વરસાદ : ર કલાક વિજ પુરવઠો ઠપ્પ

- text


વાંકાનેરમાં આજે વહેલી સવારે વાતાવરણનાં પલટો થઈ વિજળીના કડાકા-ભડાકા સાથે તેજ ગતિએ પોણા કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. વાંકાનેર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો જ વરસાદી માહોલ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

- text

વાંકાનેરમાં આજે વહેલી સવારે પવનના સુસવાટા સાથે આકાશમાં ઘટાટોપ વરસાદી વાદળો છવાયા હતા. સવારે ૬.૩૦ વાગ્યાથી વિજળીનાં ગાજવીજના કડાકા-બડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સતત પોણો કલાક ચાલુ રહેતા અંદાજે પોણો ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા જ કાયમની જેમ વિજ પુરવઠો ખોરવાય ગયો હતો, જે બે કલાક જેટલા સમય બાદ ફરી શરુ થયો હતો.

- text