મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો

મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦ લાખ રૂ. વેટની વસૂલાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની રાજવીર પેપર મિલ પાસેથી ૧.૯૮ લાખ રૂ. તથા ધ્રુવ ક્રાફ્ટ પેપર પાસેથી ૧.૪૧ લાખ રૂ. વેટ વિભાગ દ્વારા વસુલવામાં આવ્યો છે. વેટ વિભાગની તપાસથી ટેક્સ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.