મેલરિયા જાગૃતિ માટે નાટક ભજવતા મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બાળકો

- text


મોરબી : આજે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું હતું. જેના દ્વારા બાળકોએ લોકોને મેલેરિયા અને મચ્છરોથી બચાવવા માટેની ટિપ્સ શેર કરી હતી અને આ જીવલેણ રોગથી દરેકને બચાવવા અને પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ મેલરિયા રોગ વિષે જનજાગૃતિ માટે યોજેલ નાટક અંગે સંસ્થાના પ્રિન્સિપાલ સીમા જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે હજારો લોકો મેલેરિયાના કારણે જીવ ગુમાવે છે ત્યારે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રમતગમત વિભાગના અધ્યક્ષ ડો.અલી ખાનના નેતૃત્વમાં આ જન જાગૃતિ અભિયાન ચલાવીને શાળાના બાળકોએ સારા નાગરિકો અને વિદ્યાર્થીઓ હોવાની પોતાની ફરજ અદા કરી છે.

- text

- text