મોરબીમાં મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો પણ વધુમાં વધુ ઉપયોગ થશે

- text


મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પ્રભાવક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચન કરતા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને મતદાન માટે જાગૃત કરી મતદાન વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજી મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર હેઠળ પ્રભાવક કામગીરી કરવામાં આવે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મતદાન જાગૃતિ અંગે વધુને વધુ પ્રચારની કામગીરી કરી લોકોને અવશ્ય મતદાન કરવા અંગેનો સંદેશો પહોંચાડવામાં આવે તે માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યોગ્ય રીતે ઉપયોગ કરવા જણાવ્યું હતું.

- text

આ બેઠકમાં એમ.સી.સી. નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, સોશિયલ મીડિયા એક્સપર્ટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર તેમજ મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.

- text