27 એપ્રિલે માળિયાના નાના ભેલા ગામે લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે

- text


માળિયા (મિ.) : તાલુકાના નાના ભેલા ગામે આગામી તારીખ 27 એપ્રિલ ને શનિવારે રાત્રે 9 કલાકે પ્રાચીન કલા લોક ભવાઈનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિવેકાનંદ ભવાઈ મંડળ- ખાખરાળા દ્વારા નાના ભેલા ગામે લોક ભવાઈની પ્રસ્તુતી કરવામાં આવશે. તો આ કાર્યક્રમને માણવા સર્વે કલાપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text