પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ હવે અદાલતોમાં માનહાનીના કેસ દાખલ કરાશે

- text


કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધવા મામલે હાઇકોર્ટે કેસ ડિસ્પોસ કર્યો

મોરબી : મોરબી પાટીદાર સમાજની દીકરીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે બેફામ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસ હાઇકોર્ટે ડિસ્પોઝ કરી નીચલી અદાલતના જવા સૂચના આપતા હવે પાટીદાર સમાજ દ્વારા મોરબી અદાલતમાં તેમજ અન્ય અદાલતોમાં માનહાની કેસ કરવામાં આવનાર હોવાનું પાટીદાર આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું.

સુરતમા આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે અત્યંત ઘસાતી ભાષામાં ટિપ્પણી કરતા મોરબી સહિત અનેક જગ્યાએથી ફરિયાદ નોંધવા અરજી કરાયા બાદ પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવામાં આવતા આ મામલે મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ ગુજરાત હાઇકોર્ટમાં એફઆરઆઈ નોંધવા બાબતે દાદ માંગતા નામદાર અદાલતે ગત તા.19ના રોજ કેસને ડિસ્પોઝ કરી અદાલતે આ કેસ તપાસ્યો ન હોવાનો ઉલ્લેખ કરી સંબંધીતોને ન્યાય પ્રણાલીને અનુસરી નીચલી અદાલતમાં જવા કહ્યું હતું.

- text

બીજી તરફ પાટીદાર યુવા નેતા મનોજ પનારાએ આ મામલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની બદનામી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ હવે મોરબીની નીચલી અદાલતમાં માનહાની અંગેનો કેસ દાખલ કરવામાં આવશે સાથે જ અન્ય તાલુકાઓમાં પણ સમાજની પ્રતિષ્ઠાને તેમજ બહેન દીકરીઓને બદનામ કરવા સબબ આર્થિક, સામાજિક નુકશાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.

- text