રૂપાલા સામેની લડાઈમાં જોડાવ ! પાટીદાર સમાજને મોરબી કરણીસેનાની વિનંતી

- text


અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું ઋણ ચૂકવવા અનુરોધ કરતા મોરબી કરણીસેના અધ્યક્ષ

મોરબી : ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ કરી લડત ચલાવી રહ્યો છે ત્યારે મોરબી કરણીસેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ એક વીડિયો સંદેશ મારફતે પાટીદાર સમાજને આ લડતમાં જોડાવવા વિનંતી કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું ઋણ ચૂકવવા અપીલ કરી છે.

રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયદેવ સિંહ જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે પાટીદાર સમાજને એક થઇ ક્ષત્રિયોની આ લડાઇમાં સાથ આપવા અપીલ કરી છે. જયદેવસિંહએ આ વીડિયોમાં જણાવ્યું છે કે, અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે સરદાર પટેલના કહેવાથી ક્ષત્રિયોઓએ તેમના 562 રજવાડા સોંપી દીધા હતા, ત્યારે હવે તેમનો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. અમારી આ લડાઇમાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનોને સાથ સહકાર આપવા વિનંતી કરુ છું.’

- text

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ભાજપે રૂપાલાની લોકસભાની ટીકીટ રદ ન કરતા ઠેર ઠેર ક્ષત્રિય સમાજની બેઠકમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના સોગંદ લેવામાં આવી રહ્યા છે તેવા સમયે જ મોરબી કરણીસેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાનો વીડિયો સામે આવ્યો છે.

- text