બાળ હદયરોગના સ્પેશિયાલિસ્ટ ડો. નિહાર પાઠક બુધવારે મોરબીમાં : ખાસ ઓપીડી

 

હદયમાં જન્મજાત કાણું, વજન ન વધવું-વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, દૂધ પીતી વખતે પરસેવો થવો, અંગો ભૂરા પડી જવા, ધબકારા વધી કે ઘટી જવા સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન- સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાળ હદયરોગ સબંધિત સારવાર માટે હવે મોરબીવાસીઓને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે બાળ હદયરોગના નિષ્ણાંત એવા ડો. નિહાર પાઠક બુધવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.

રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા ડો.નિહાર પાઠક ( કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ) તા. 24 એપ્રિલને બુધવારના રોજ સવારે 10 થી 12 દરમિયાન મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ એપલ હોસ્પિટલવાળી શેરીમાં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં ખાસ ઓપીડી યોજશે. અહીં તેઓ બાળકોમાં જોવા મળતી તકલીફ જેવી કે હદયમાં જન્મજાત છિદ્ર (કાણું) હોવું, વજન ન વધવું- વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાના બાળકોમાં દૂધ પીતી વખતે પરસેવો થવો, હાથ-પગના પંજા, આંગળીઓ, હોઠ ભૂરા પડી જવા, હદયના ધબકારા વધી અથવા ઘટી જવા, ફેફસા કે હદયની મુખ્ય નશમાં જકવા મળતો બ્લોક, ફેફસાનું પ્રેશર વધારે હોવું, ગર્ભસ્થ શિશુના હદયની ઇકો- કાર્ડિયોગ્રાફીનું નિદાન અને કાઉન્સિલિંગ કરશે.

ડો.નિહાર પાઠક સૌરાષ્ટ્રના પ્રથમ નેશનલ બોર્ડ સર્ટિફાઈડ પિડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છે. તેઓએ એમબીબીએસ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ- વડોદરા, ડીએનબી(પીડિયાટ્રિક્સ) એમ.આર.બાંગુર હોસ્પિટલ – કોલકતા, ડીઆરએનબી (પીડિયાટ્રિક કાર્ડિયોલોજી) – નારાયણા સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ કોલકાતા અને એનએસએચ યુનિટ ઓફ નારાયણ હદયાલય બેંગ્લોરમાંથી કર્યું છે. તેઓએ સિનિયર રેસિડેન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોજિસ્ટ તરીકે એનએસએચ – કોલકત્તામાં 3 વર્ષ, જુનિયર કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોજિસ્ટ તરીકે એનએસએચ- કલકત્તામાં 1 વર્ષ તથા પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ તરીકે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદમાં દોઢ વર્ષ પ્રેક્ટિસ કરી છે.

ઓપીડી તા. 24/04/2024
10થી 12- નક્ષત્ર હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે 02822 222222
વધુ વિગત માટે મો.નં.9574000695