મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબી ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે એકથી નવ નંબર મેળવનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. દરેક સ્પર્ધકોને મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી સર્ટિફીકેટ આપવામાં આવ્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં ફી રૂપે આવેલા રૂપિયા જરૂરિયાતમંદ દીકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લરના કોર્સ માટે વાપરવામાં આવશે.

- text