દિવસ વિશેષ : પૃથ્વીનું નિર્માણ 4.5 અબજ વર્ષ પહેલાં થયું હતું અને તેના ભૌતિક ગુણો એ જીવનને ટકાવી રાખ્યું છે..

- text


આજે વિશ્વ પૃથ્વી દિવસ : જાણો, પૃથ્વી દિવસનો ઇતિહાસ, ઉદ્દેશ્ય અને મહત્વપૂર્ણ તથ્યો વિશે..

મોરબી : ‘વિશ્વ પૃથ્વી દિવસ’ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે અને પ્રદૂષણનું ઝેર સતત વધી રહ્યું છે, તે વાતાવરણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. એટલે કે વિશ્વ પૃથ્વી દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પૃથ્વી પર સતત વધી રહેલા પ્રદૂષણ વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતા જળ અને વાયુ પ્રદૂષણને જોતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ બની ગઈ છે.


વિશ્વ પૃથ્વી દિવસનો ઇતિહાસ

પૃથ્વી પર વિવિધ સ્ત્રોતોથી ફેલાતા પ્રદૂષણની પૃથ્વી પર ખરાબ અસર પડી રહી છે. આને ધ્યાનમાં રાખીને વર્ષ 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત યુનેસ્કો પરિષદમાં દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે 22 એપ્રિલ, 1970 ના રોજ પ્રથમ વખત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને અમેરિકાના વિસ્કોન્સિનના સીનેટ ગેલાર્ડ નેલ્સને પ્રદૂષણ, જૈવ વિવિધતા ક્ષતિ અને અન્ય સમસ્યાઓ અંગે વધતી ચિંતાઓને જોતા પૃથ્વી દિવસની શરૂઆત કરવામાં આવી હતી.


વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાનો હેતુ

વિશ્વ પૃથ્વી દિવસ પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આપણી પૃથ્વી અને તેના ઇકોસિસ્ટમના રક્ષણના મહત્વની યાદ અપાવે છે. આ દિવસે લોકો વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, શૈક્ષણિક પહેલ જેવી ગતિવિધિઓમાં સામેલ થઇને અન્ય લોકોને પ્રેરણા આપે છે અને તે પૃથ્વીની સલામતી અને સંરક્ષણ માટે અત્યંત જરૂરી છે.


પૃથ્વી વિશે અવનવું

1. પૃથ્વીનો ઇકવેટોરિયલ ડાયામીટર (ભૂમધ્યરેખા વ્યાસ) ૧૨૭૫૭ કિ.મી. અને પોલાર ડાયામીટર (ધ્રુવીય વ્યાસ) ૧૨૭૧૪ કિ.મી. છે.

2. પૃથ્વીનો ભૂમધ્યરેખા પરિધ ૪૦૦૭૫ કિલોમીટર છે.

3. પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. એક પ્રદક્ષિણા એટલે આપણે એક વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકંડમાં પૂરો થાય છે.

- text

4. પૃથ્વી તેની ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ચક્રાકાર (ધરીભ્રમણ) ફરે છે. તે ૧૬૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફરે છે. અને એક (ચક્ર આપણે એક દિવસ)
પુરું કરતાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ચાર સેકંડ લાગે છે.

5. પૃથ્વીના ધરીભ્રમણથી દિવસ રાત અને સૂર્ય પ્રદક્ષિણાથી ઋતુઓ સર્જાય છે.

6. પૃથ્વીનો પ્રદક્ષિણા પથ લંબગોળ છે. તેથી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય છે. ત્રીજી જાન્યુઆરીએ આ  અંતર સૌથી ઓછું અને ચોથી જૂલાઈએ આ અંતર સૌથી વધુ હોય છે.

7. ૨૧મી જૂને પૃથ્વીના કર્ક રેખા પર સૂર્યના કિરણો ૯૦ અંશતાપૂર્ણ પડે છે. તેથી, ઉત્તરગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. તેને સમર સોલ્ટિસ કહે છે.

8. ૨૨ ડિસેમ્બરે મકરરેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. તેને વિન્ટર સોલ્ટિસ કહે છે.

9. ૨૧મી માર્ચ અને ૨૩ ડિસેમ્બરે વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ બંને દિવસે દિવસ અને રાત એક સમાન ૧૨-૧૨ કલાકના હોય છે.

10. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) સૌથી બળવાન છે. તેના પેટાળમાં નિકલ અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આ લાક્ષણિકતા મળી છે. અને તેને કારણે પૃથ્વી સોલાર વાઈન્ડ (સૌરપવન) સામે રક્ષણ મેળવી શકે છે.

11. પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેના પર પાણી અને સજીવ સૃષ્ટિ છે.

12. પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પૃથ્વી ચપટી છે.

13. પૃથ્વી પર દરેક જગ્યાએ એકસમાન ગુરુત્વાકર્ષણ નથી.

14. ટૅક્ટોનિક પ્લેટ્સ ધરાવતો સૌરમંડળનો એકમાત્ર ગ્રહ પૃથ્વી છે.

15. પૃથ્વીનું નિર્માણ લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં થયું હતું અને પૃથ્વીના ભૌતિક ગુણો તેમજ ઇતિહાસે લાખો વર્ષો સુધી જીવનને અસ્તિત્વમાં ટકાવી રાખ્યું છે. એટલે વર્ષો બાદ પણ ત્યાં જીવન છે.


- text