મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

- text


મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો ઉંચે ઉંચકાઇ જતા ચારેબાજુથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતના અમરેલીમાં 44 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે અમરેલી દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં તાપમાનનો પારો 43ને પાર ગયો હતો. જ્યારે કેશોદ, જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. જયારે મોરબીમાં 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી છે. આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યુ હોવાને કારણે તાપ સીધો આવી રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યનાં 14 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. તો અમરેલી 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતુ. જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.

- text

આકરા તાપમાં હીટવેવથી બચવા માટે પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી સૌથી વધુ જરૂર છે. શરીરમાં પાણીની કમી ન થવા દો. આવી સ્થિતિમાં, તમારે તમારા શરીરની પાણીની જરૂરિયાત સતત એક યા બીજા માધ્યમથી પૂરી કરવી પડશે. ઉનાળામાં મોટાભાગના રોગો જેમ કે ઝાડા, એસિડિટી વગેરે ઓછા પાણી પીવા અને ખાવાની ખોટી આદતોને કારણે થાય છે.

- text