ટંકારાના કલ્યાણપર ગામે જુગાર રમતા ચાર પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલાવરભાઈ મુસાભાઈ ભાણું, મુકેશભાઈ જીવરાજભાઈ પરમાર, મુકેશભાઈ કાળુભાઇ મિયાત્રા અને વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા 12,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text