મોરબીમાં પીએસઆઇ, કોન્સ્ટેબલ ઉમેદવારો માટે નિઃશુલ્ક ટ્રેનિંગ

- text


મોરબી : મોરબીની નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લામાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે તારીખ 21 એપ્રિલથી નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે કોઇપણ ઉમેદવારોને એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્ણાંત ફિઝિયો કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેનિંગનો સમય સવારે 6:00 થી 7:30 અને સાંજે પણ 6.00 થી 7:30 સુધીનો છે. પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોને આ તાલીમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તાલીમના રજીસ્ટ્રેશન માટે 97272 47472 પર નામ નોંધાવવું ફરજિયાત છે.

- text