મોરબીના સાપર ગામની સીમમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર ગામે પાવડીયારી કેનાલ નજીક આવેલ અલ્ટ્રા મિનરલ કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા રમતીબેન રાકેશભાઈ ડાવર ઉ.22 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક બાળક હોવાનું સામે આવ્યું છે.

- text

- text