વાંકાનેર નજીક દેશીદારૂના બૂંગિયા ભરેલી બોલેરો સાથે બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે મેસરિયા ચેકપોસ્ટ નજીકથી બાતમીને આધારે બોલેરો ગાડીમાં દેશી દારૂના બૂંગિયા ભરીને નીકળેલા ચોટીલા પંથકના બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે મેસરિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી આરોપી વિજય મોહનભાઇ મકવાણા રહે.રાજપરા, તા.ચોટીલા અને જયંતિ દેવશીભાઈ ચૌહાણ રહે.ચિરોડા તા.ચોટીલા વાળાને નંબર પ્લેટ વગરની બોલેરો ગાડીમાં 420 લીટર દેશી દારૂ ભરેલા બૂંગિયા કિંમત રૂપિયા 8400 તેમજ 3 લાખની બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 3,084,00 સાથે પકડી પાડી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text