હળવદ નજીક ટ્રકના ઠાઠામા ટ્રક ઘુસી ગયો, ટ્રક ચાલકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ – માળીયા હાઇવે ઉપર હરીદર્શન ચોકડી નજીક જીજે – 12 – AZ – 7209ના ચાલક સોમાભાઇ બીજલભાઈ રબારી રહે.મેઘપર, તા.લખપત જિલ્લો કચ્છ વાળાએ બેદરકારીપૂર્વક પોતાનો ટ્રક ચલાવી આગળ જતા અન્ય ટ્રક પાછળ પોતાનો ટ્રક ભટકાડી દેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text